કૂબો સ્નેહનો - 56

(20)
  • 3.8k
  • 2
  • 1.2k

? આરતીસોની ? પ્રકરણ : 56 અમ્માને થયેલા એટેકના હુમલાથી સ્તબ્ધ દિક્ષા સાનભાન ખોઈ બેઠી હતી પણ વિરાજના પેટનું પાણી હાલ્યું નહોતું.. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ ધરતીકંપમાં ધારાશાયી થયેલાં બિલ્ડિંગ માફક ઢગલો થઈ ગયેલાં અમ્મા જાણે આખી જિંદગીનો થાક ઉતારવાનો હોય એમ મિચાઈ ગયેલી આંખો જોઈને દિક્ષાના હ્રદયમાં આર્તનાદ ઊઠ્યો હતો.. "ડૉક્ટર...ડૉક્ટર...." "અમ્મા...અમ્મા...." અમ્માને ઢંઢોળીને ઘડીક અમ્માના નામની બૂમો પાડતી હતી તો ઘડીક ડૉક્ટરના નામની બૂમો પાડતી હતી. એની બૂમો હવામાં આમતેમ ઉડતી હતી. એનો કંઠ રુંધાઈ રહ્યો હતો. એક એક ક્ષણ અત્યારે એને એક સદી સમી ભાસી રહી હતી. "અમ્મા આંખો ખોલો.." દોડતી જઈને ટેબલ પરથી પાણી