☠️ધ ઘોસ્ટ હાઉસ - ૫ ☠️  સવારે સૂર્ય ધીરે ધીરે આકાશમાં આવી રહ્યો છે. પક્ષીઓ પોતાના માળામાંથી બહાર નીકળી કિલકારી કરી રહ્યા છે. ગામના લોકો પોતપોતાના કામ પર જવા માટે નીકળી પડે છે. ગામના નાના છોકરાઓ સ્કૂલ જતા હોય છે અને મોટા છોકરા કોલેજ પર. " એ સાંભળો છો " ધારાએ કહ્યું. ( કેવલની પત્ની ) " હા બોલ ને ! શુ આમ ગાંડાની જેમ ચીસો પાડે છે ?" " કઈ નહીં બસ. મારે એટલું જ કહેવાનું હતું કે તમારું ટિફિન થઈ ગયું છે. તમે ઓફીસ પર જાવ ત્યારે રસોડામાંથી લેતા જજો. હું મીના બહેન સાથે બજારમાં શાકભાજી