Loaded કારતુસ - 4

  • 3.6k
  • 1
  • 1.3k

"આ તારો ને મારો ઇલાકો અલગ અલગ બતાવવા આપણે કોઈ ગેંગના લીડર છીએ કે!" કહી ચિડાઈ ગયેલો કુટ્ટી માધવનથી છેટો ઊભો રહ્યો. "અરે યાર! તું હજુ પણ તુતુ-મેમેં માં જ લપટાયેલો છે! મારો મતલબ તો એ હતો કે આ ઈલાકો આપણા ભારત દેશની રાજધાની દિલ્હીમાં પડે છે. અને યારા, મેરે દોસ્ત, હમ ભી અમિતાભ બચ્ચન કે જૈસી હી સોચ રખનેવાલો મેં સે એક હૈં...'હમ જહાં ખડે રહતે હૈં, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ... ક્યા સમઝે!' એ હિસાબથી તું વિરુ ને હું જય - તારે ને મારે સાથે મળીને જ કેસ સોલ્વ કરવાનો રહ્યો. કયું કૈસી રહી એક્ટિંગ..."