"ચાલ પ્રિયા હવે હું જાઉં છું. ઘણું જ મોડું થઈ રહ્યું છે. મારે હજી ઓફિસનાં બે- ત્રણ કામ પતાવવાના છે ને પછી ઘરે પહોંચીશ.""હા.. બસ...હવે..જા.. મેં તને ક્યારનો રોકીને રાખ્યો છે, નઈ.""આવજો.... માયાભાભી..., બાય પ્રિયા..""આવજો...લલિતભાઈ .." માયાએ કીધું."બાય...લલિત...બીજીવાર આવી જ રીતે આવી જજે...""એ...હા...".કહી લલિત ત્યાંથી રવાના થઈ ગયો.લલિત આવીને મળી ગયો પછી પ્રિયાને થોડું સારું લાગવા માંડ્યું હતું. પહેલાં કરતાં થોડી સ્વસ્થ રહેવાં લાગી હતી. સુશીલનાં દુબઈ ગયાં પછી અઠવાડિયે એનો ફોન આવ્યો. એ વખતે મોબાઈલ ફોન નહોતાં."પ્રિયા...ઓ...પ્રિયા..." કમલેશે પ્રિયાને અવાજ આપ્યો."હં...મોટાભાઈ...""જલ્દીથી બહાર આવ ...સુશીલકુમારનો આઈ. એસ. ડી. કૉલ છે."આ સાંભળી પ્રિયા તરત જ રૂમમાંથી બહાર આવી ગઈ. ને સુશીલ