શાર્વીને તિબ્બુરે કિલ્લામાં કેદ કરી. ******************** હ્નદયના હરેક ખૂણામાં પ્રેમના મીઠાં સંવાદો ફૂટ્યા છે, ના કહી શક્યો એ શબ્દો એટલે ખ્વાબો ફરી તૂટ્યા છે! તિબ્બુર શાર્વીને ઉઠાવી ગયો.રેમન્ડો પણ ઝડપથી તિબ્બુર ના સંકજામાંથી શાર્વીને છોડાવવા માટે ખચ્ચર ઉપર બેસીને તિબ્બુરની પાછળ ગયો. સરદાર સિમાંન્ધુ રેમન્ડોને રોકે એ પહેલા રેમન્ડોએ પોતાનું ખચ્ચર દોડાવી મૂક્યું. "આર્ટુબ ક્યાં ગયો ?' આજુબાજુ આર્ટુબ ના દેખાયો એટલે સરદાર સિમાંન્ધુએ રાડ પાડી. "આર્ટુબ તિબ્બુરના જે સૈનિકો જીવીત બચ્યા છે એમને બંદી બનાવી રહ્યો છે સરદાર.' હિર્યાત નામના સૈનિકે માથું નમાવીને જવાબ આપ્યો. "હિર્યાત તું જલ્દી જા આર્ટુબને અહીં બોલાવી આવ.' સરદાર આદેશાત્મક અવાજમાં