પારિજાતના પુષ્પ - 16

(19)
  • 3.8k
  • 2
  • 1.6k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે... આરુષ અદિતિને અરમાનથી ખૂબજ દૂર ખેંચીને લઇ જવા માંગતો હતો. બસ, તેના મનમાં એકજ વિચાર ઘૂમરાયા કરતો હતો કે, " અરમાન, અદિતિને મળવો ન જોઈએ " અને તેને માટે આરુષ કંઈપણ કરવા તૈયાર હતો. હવે આગળ.... અદિતિ ઘરે એકલી હતી બસ, એઝયુઝ્વલ તેના ગાર્ડનમાં તે અને બિલાડીના બે બચ્ચા આગળ પાછળ દોડી રહ્યા હતા અને ફેકટરીનો એક માણસ આવીને તેના હાથમાં ફ્લાઈટની બે ટિકિટ આપીને નીકળી ગયો. અદિતિ વિચારમાં પડી ગઈ, આરુષે ક્યાં બહારગામ જવાનો પ્લાન કરી દીધો અને એ પણ આમ અચાનક કેમ..? તે કંઈજ અદિતિની સમજમાં આવતું ન હતું અને તે આરુષને ફોન