પારિજાતના પુષ્પ - 15

(16)
  • 4.4k
  • 2
  • 1.7k

એક દિવસ અરમાનનો ફોન અદિતિની મમ્મીના ઘરે આવ્યો અદિતિના ખબર-અંતર પૂછ્યા અદિતિના લગ્ન થઈ ગયા છે તે વાત જાણીને તેને ખૂબ આનંદ થયો અને પોતે અદિતિને મળવા માટે ઈન્ડિયા આવવાનો છે તે વાત પણ તેણે જણાવી. આ વાત કહેવા માટે અદિતિની મમ્મી સંધ્યાબેને અદિતિને ફોન કર્યો તો આરુષે ફોન ઉપાડ્યો. અદિતિ આરુષનું જમવાનું પીરસવામાં બીઝી હતી. તેથી સંધ્યાબેને આ વાત આરુષને કરી અને અદિતિને સમાચાર આપવા કહ્યું પણ આરુષને અદિતિ અરમાનને મળે તે વાત બિલકુલ પસંદ ન હતી તેથી તેણે અદિતિને આ વાત જણાવી જ નહીં. અરમાને અદિતિની મમ્મી પાસેથી અદિતિનો નંબર લીધો અને અદિતિના ઘરે અદિતિને ફોન પણ કર્યો