આગળ જોયું એમ રચના કોઈને ઓળખતી નથી અને પોતાની હરકતોથી બધાને ચિંતિત કરી દે છે નાના બાળકની આત્મા એના શરીર પર હાવિ થાય છે...હવે આગળ... રવિવાર છે આજ ! રાત્રિનાઆઠ વાગી ચુક્યા છે. નરોતમ નવ વાગ્યે આવશે. બધા રચના માટે દુવા કરે છે કે 'એ પહેલાની જેમ જ સરસ જીવન જીવતી થઈ જાય.' રચના પણ ઊઠી ગઈ છે. સતત પાંચ દિવસથી ગરમ પાણી પીવાથી એના મોંની બહાર લાલ ફોલ્લા પડયા છે આજ તો એ એક અર્ધી ગાગર જેટલું પાણી એકસામટુ જ પી ગઈ છે. બધા એને જોવે છે પણ એ બધાથી કોઈ સંબંધવિહીન હોય એવી રીતે જોવે છે..