સપના ની ઉડાન - 2

(16)
  • 5.9k
  • 2.8k

પ્રિયા હવે પોતાના સ્વનપ ને પૂર્ણ કરવાના માર્ગ તરફ જવા તૈયાર હતી. તેને સાયન્સ્ માં પ્રવેશ લીધો અને તે પોતાની તૈયારી માં લાગી ગઈ. તેને ૧૧ સાયન્સ્ માં ખૂબ જ મહેનત કરી અને તેને ૮૯% મેળવ્યા. હવે તે ૧૨ સાયન્સ માં આવી ગઈ હતી. તે ભણવામાં ખૂબ ધ્યાન આપતી હતી. પણ એને ખબર નહોતી કે તેના માર્ગ માં એક મોટી આફત આવવાની હતી. પ્રિયા નીટ ની પરિક્ષા માટે અદ્ભુત મહેનત કરી રહી હતી. બોર્ડ ની પરિક્ષા ને હવે થોડાક દિવસો જ બાકી હતા. એક દિવસ સવારે ઉઠતાં જ પ્રિયા નું માથું ખૂબ જ દર્દ કરી રહ્યું હતુ.