પ્રેમના પત્રો - ભાગ - ૧

  • 4.1k
  • 1
  • 1.4k

પ્રેમના પત્રો... ભાગ -૧"ઓય સાંભળને..ચાલને આપણે પ્રેમ પત્રો લખીએ ?" નિખિલથી રહેવાયું નહિ એને તરત જ જાહ્નવીને મેસેજ કરીને પૂછી જ લીધું. દર વખતની જેમ જાહ્નવીએ પણ 2 કલાક બાદ નિખિલના મેસેજનો જવાબ આપ્યો."R u crazy ? આજના આ મોબાઈલના આધુનિક યુગમાં પ્રેમપત્રો કોણ લખે ? અને બીજી વાત હું તને હજુ પ્રેમ નથી કરતી, મેં તને કમિટમેન્ટ હજુ સુધી નથી આપ્યું, સમજ્યો ?"જાહ્નવીનો મેસેજ આવતાની સાથે જ રાહ જોઇને બેઠેલા નિખિલે તરત જવાબ આપ્યો."જાહ્નવી તને લાગે છે કે આપણે કોઈ કમિટમેન્ટની જરૂર છે ? 4 વર્ષ વીતી ગયા છે, આપણે આટલા સમયમાં એકબીજાની ઘણા નજીક પણ આવ્યા છીએ અને