સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 4

  • 6.2k
  • 1
  • 3.1k

પ્રકરણ 4 ચક્રો કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સાધના જાણતાં કે અજાણતાં થતી ચક્રયાત્રા જ છે. રેલ્વેમાં જયારે ઘણી બધી ગાડીઓની લાઇન્સ કોઈ એક સ્ટેશન પર મળે ત્યારે તેને જંક્શન કહીએ છીએ. તેમ ચક્રોને નાડીઓના જંક્શન સાથે સરખાવી શકાય. પ્રકરણ 3માં સમજ્યા તેમ ત્રણ મુખ્ય નાડીઓ અને અનેક ગૌણ નાડીઓ દ્વારા શરીરમાં ઊર્જાવહનની પ્રક્રિયા થાય છે. આ નાડીઓ અનેક જગ્યાએ એકબીજીને મળે છે, ક્રોસ કરે છે. આ એવાં ઊર્જા કેન્દ્ર છે જે સંપૂર્ણ ઊર્જાનું નિયમન કરે છે, શરીરના જૂદા-જૂદા ભાગ સુધી પહોંચાડે છે, ઇમ્યુન સિસ્ટમ પૂર્ણ રીતે તેમના પર આધારિત છે. વિવિધ ક્ષેત્રમાં સફળતા, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ