મન : સંબંધ મિત્રતા નો - 15

  • 3.9k
  • 1.7k

પાછો નિયા પર કોઈ નો ફોન આવ્યો, "વિડિયો કૉલ કરવાનું કીધું આ નઈ" નિયા ફોન ઉપાડતાં જ બોલી. "સાંભળ ને યાર બીક લાગે છે મને એની સામે બોલતા, એ કંઇ ઓવર રીએક્ટ કરશે તો" રિયા બોલી. "અરે બાબા wait હું એની જોડે જઈ ને ફોન કરું તને ઓકે" નિયા કીધું. નિયા નક્ષ ની બાજુ માં બેસેલી હતી પછી ઉભી થઈ ને ભૌમિક ની બાજુ માં જતી રહી. એટલે ભૌમિક બોલ્યો, "આમ લવ ને છોડી ને નાં જવાય. " "હા " "ભાઈ લવ પર ટ્રસ્ટ હોય તો કંઇ ચિંતા ના હોય" નક્ષ બોલ્યો. "ઓહ એટલે તમે બંને સાચે માં" ભૌમિક બોલ્યો.