રાજકારણની રાણી - ૩૩

(60)
  • 5.9k
  • 1
  • 3.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૩જનાર્દન ચાલુ કાર્યક્રમમાં પાટનગરથી આવેલા ફોનના સમાચાર સુજાતાબેનને આપવા જતાં અટકી ગયો હતો. તેને થયું કે સુજાતાબેનને વચ્ચે ખલેલ પહોંચાડવી યોગ્ય નથી. સમાચાર મહત્વના હતા પરંતુ એટલા પણ અગત્યના ન હતા કે એના માટે સુજાતાબેનને અટકાવવા જોઇએ. જનાર્દનની મૂંઝવણ સુજાતાબેને જ દૂર કરી દીધી. તેને આગળ બોલતાં અટકી ગયેલો જોઇ તેમણે માઇકની બાજુમા ખસી જનાર્દન જ સાંભળે એટલા ધીમા અવાજે કહ્યું:"મને ખબર છે... આપણે પછી વાત કરીએ છીએ..."જનાર્દનને નવાઇ લાગી. હજુ હમણાં જ જે સમાચાર મેં જાણ્યા છે એની જ સુજાતાબેનને ખબર પડી ગઇ હશે? મેં કહ્યું પણ નથી કે ધારાસભ્ય રતિલાલની પુત્રી અંજનાએ