૪ મહિના પછી... આ માનવજીવનની ભાગદોડથી અને ઓફિસના કામકાજથી કંટાળીને થાકેલો અયાન પોતાના મન અને મગજને શાંત કરવા અને આરામ આપવા એ પુસ્તકાલયમાં આવીને એક ખૂણામાં બેઠો છે અને સંજોગો વસાત અનન્યા પણ અહીંયાથી લઈ ગયેલ એક પુસ્તક પરત આપવાં અને બીજું પુસ્તક લેવા માટે આવે છે. અનન્યા અહીં આવતા જ પુસ્તક પરત કરે છે અને બીજું પુસ્તક શોધે છે. આ પુસ્તકની શોધમાંને શોધમાં અનન્યા અયાન જ્યાં બેઠો હતો ત્યાં પહોંચે છે. ત્યાં આવતાં જ અયાનની નજર અનન્યા પર અને અનન્યાની નજર અયાન પર પડે છે. અનન્યા અયાન સામે જોઈને હળવું સ્મિત આપે છે. આ સ્મિત આપતા જ અયાને અનન્યાને પોતાની બાજુમાં