સંઘર્ષની વચ્ચે ભાગ - ૩

  • 3k
  • 1.1k

વિરંચી એક વાતે ખુબ જ ખુશ થઈ રહ્યો હતો કે પોતાનું અને તેનું નામ એક સમાન અક્ષરથી જ શરૂં થાય છે. આ વાત તેણે પોતાની બાજુમાં બેઠેલ પોતાના પરમ મિત્ર વિરલને જણાવી. વિરલને જાણે આ વાતથી કોઈ જ ફેર ના પડ્યો હોય તેવું લાગ્યું, કારણ કે તેણે માત્રને માત્ર વિરંચીના કહેવાથી જ આ શાળામાં પ્રવેશ લીધો હતો. વિરંચીને હવે શાળા જિવન દરમ્યાન હવે ઘણા ઘણા નવા અનુભવો થવાના હતા. શાળાના દિવસો જેમ જેમ પસાર થવા લાગ્યા તેમ તેમ વિરંચી સાથે એવું પણ થયું કે વર્ગમાં ભણાવવા આવેલા સાહેબ તેને પુછે કંક અને તે જવાબ બીજો જ આપે. આ કારણે તે