શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,વરસે તો વાગડ ભલો, કચ્છડો બારેમાસ...” કહેવાય છે કે રણમાં તણખલુંય ઉગતું નથી, પણ કચ્છની વાત જ જુદી છે. મોતીડાં મેળવવા હોય તો દરિયો ખૂંદવો પડે, પરંતુ અફાટ રણ વિસ્તાર અને વેરાન વગડાં ધરાવતી કચ્છની ધરતી અનેક સંતો, કવિઓ, લેખકો, સમાજ સુધારકો અને કલાકારો જેવા અણમોલ રત્નોની જનની છે. રણ પ્રદેશ અને વેરાન વગડાં હોવા છતાંય કચ્છની સંસ્કૃતિ એટલી ભવ્ય છે, કે કવિઓ આ ધરાનાં ગુણગાન ગાતાં થાકતાં નથી. આ જ ધરતી પર જન્મ લેનાર