ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 12

  • 3.8k
  • 3
  • 1.2k

ટ્વિંકલ આ દ્રશ્ય તેની સામે બની રહ્યું હોય તેમ જોઈ રહી હતી. તેણે ધ્યાન કેન્દ્રિત કરીને આગળની ઘટના જોવાનો પ્રયત્ન કર્યો. રાજા વિશ્વરનો રથ સમુદ્રના તળિયા તરફ આગળ વધી રહ્યો હતો. એક પ્રહર જેટલો સમય પસાર થઈ ગયાં પછી રથ અટકી ગયોસામે એક સુવર્ણથી બનેલો વિશાળ દ્વાર હતો. સૌપ્રથમ ચંદ્રકેતુ રથમાંથી નીચે ઉતર્યો અને તેણે રાજા વિશ્વર અને રાણી વૃંદાને રથમાંથી નીચે આવવા માટે કહ્યું. તે બંને રથમાંથી નીચે આવ્યા એટલે તે રથ અદ્રશ્ય થઈ ગયો. આ જોયા પછી રાજા વિશ્વરે ચંદ્રકેતુ સામે જોયું. ચંદ્રકેતુએ કહ્યું, “મહારાજ ચિંતા ના કરો, આ દ્વારની બીજી તરફ આપનું રાજ્ય છે. આપ મારી સાથે