પલાયનવાદનું પોસ્ટમોર્ટમ – દિવ્યેશ ત્રિવેદી

  • 3.5k
  • 976

એમની નોકરી સારી હતી, પત્ની અને એક બાળકનું નાનું સરખું કુટુંબ હતું. સીધો-સાદો અને સરળ સ્વભાવ હતો. એમને બીજા કોઈ સાથે ભાગ્યે જ ઝંઝટમાં ઊતરતા જોયા હતાં. પરંતુ અચાનક એક દિવસ એ ઘર છોડીને ચાલ્યા ગયા. કોઈને કશું જ કહ્યું નહોતું. માત્ર પોતાના ઘેર એક ચિઠ્ઠી મોકલાવી હતી. એમાં લખ્યું હતું કે, હું મારી સમસ્યાઓથી તંગ આવી ગયો છું અને ઘર છોડું છું. એમણે પત્નીને પિયર જવા સૂચવ્યું હતું. તેમણે આવું શાથી કર્યું અને એમને વળી એવી કઈ સમસ્યા હતી કે ઘર છોડવું પડે એ વાત રહસ્યમય હતી. એમનાં પત્ની સાથે મુલાકાત થઈ ત્યારે જ એ