રાત થાકી ગઇ હોય એમ લાગતું હતું. એની ગતિ એકદમ ધીમી થતી જતી હતી. કોણ જાણે કેમ પણ રાત પડે છે અને કંટાળાની શરૂઆત થાય છે. સાતમા માળે આવેલી મારી રૂમમાં ગોળગોળ આંટા મારતાં એક વર્તુળ સર્જાઇ જાય છે, પછી એનો પરિઘ ખોદાતો જાય છે…ભોંયતળિયું હમણાં તૂટી જશે અને નીચે રહેનારાં દબાઇ જશે, બૂમરાણ મચી જશે. અરે, એમ થાય તો પણ કેટલું સારું! આ એકાંતમાં, આ નીરવતામાં આવાજો થાય તો જીવી જવાય! બાકી રાત પડે છે એટલે આ રૂમ જાણે કબ્રસ્તાન બની જાય છે. છેવટે પેલા વર્તુળમાંથી કોઇ અર્થ-અનર્થ સર્જાય તે પહેલાં પગની પાનીઓમાં લોહી ઘસી