આલિશાન બંગલાની બાલ્કનીમાં એકતા ઊભી હતી. પવન તેની લટો સાથે રમત કરી રહયો હતો. કંચનવર્ણી સંધ્યાનો અસ્ત થતો હતો. વિતેલા ત્રણ-ચાર દિવસની ઘટના હજુ તેના મનમાં વંટોળે ચડી હતી. તેને વિચાયુઁ પણ ન હતું કે, થોડા દિવસની મિત્રતા આજે આ ક્ષણ સુધી લંબાશે. તે વિચારતી હતી કે હજુ થોડા સમય પહેલાં તો તે અને આકાશ એકબીજાથી સાવ અજાણ હતા, અને ટૂંક સમયમાં જ એકબીજાની અત્યંત નજીક આવી ગયા હતા. બે વર્ષથી બંંનેે એકજ કોલેજમાં સાથે ભણતા હતા. બંનેને એકબીજાનો પરિચય છ મહિના પહેલા