" જો પરી, તારા સિવાય બધા ઓળખી ગયા મને....." પ્રગતિએ કંઈ જ જવાબ ન આપ્યો. એ હજુ આઘાત માંથી બહાર નહતી આવી. સુમિત્રા બંસલનું ઘરે આવવું, પરેશાનીના સમયમાં અચાનક જ રજતનું આવી પહોંચવું, જાણે પોતે હળવી થઈ જશે એ લાલચે હોય કે પછી પોતાના ઇમોશન્સ પર કાબુ ન રહેતા રજતને બધું જ કહી દેવું, રજતનો એ જ બધી વાતોને મજાકમાં ઉડાડવાનો સ્વભાવ ને વળી આયુ સાથે બનેલી ઘટનાથી પ્રગતિ થાકી હતી. એ ચુપચાપ રસોડામાં જતી રહી. અંદર જતી વખતે કદાચ રજતે એની ભીની આંખો જોઈ હતી..... પ્રગતિ રસોડામાં રોટલીઓ વણી રહી હતી. એક