લોસ્ટેડ - 40

(48)
  • 4.1k
  • 2k

એક જ દિવસ માં બબ્બે મૃત્યુ નો આઘાત કોણ જીરવી શકે?ફરી એક વાર રાઠોડ હાઉસ માં રોકકળ ચાલું થઈ, લોહીના ખાબોચીયામાં મોન્ટી નું મૃત્ત શરીર પડ્યું હતું. ચાંદની અને મીરા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી, જીજ્ઞાસા એ બન્ને ને સંભાળી રહી હતી. આરાધના બેન કંઈ બોલ્યા ચાલ્યા વગર એકીટશે તેમના દીકરા ના મૃત્ત શરીર ને જોઈ રહ્યા હતાં, જયશ્રીબેન તેમને આઘાત માંથી બાર લાવવા નો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યાં હતાં. આધ્વીકા મોન્ટી ના મૃત શરીર નજીક જઈને બેઠી અને તેના હાથ થી મોન્ટી ની ખૂલ્લી આંખો બંધ કરી.