હમેં તુમસે પ્યાર ઇતના - 13

(28)
  • 3.3k
  • 5
  • 1.4k

પ્રકરણ- તેરમું/૧૩‘કુંદન કોઠારીના પુત્ર સોહમનું અપહરણ અને તેમની પાસે મોટી રકમની ખંડણી ઉઘરાવવાના ગુન્હા સબબ તમારી સામે સ્પેશિયલી હોમ મીનીસ્ટ્રી માંથી અરજન્ટ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.’ હજુ ક્રાઈમ બ્રાંચના અધિકારીનું વાક્ય પૂરું થાય ત્યાં સુધીમાં તો લલિત બારણાં પાસે જ ફસડાઈ પડ્યો.એક તરફ હજુ અંતરાના અપહરણનું રહસ્ય વણઉકેલ્યુ પડ્યું છે ત્યાં, આ અચાનક વીજળીના ઝટકા જેવી ઝણઝણાટી ઉપડે એવા સનસનાટી ભર્યા સંદેશાથી મેઘના ડઘાઈ અને ગભરાતાં બોલી...‘અરે..પણ સર. પણ આપ આ રીતે આમને ક્યા આધારે લઇ જઈ શકો ? એ ચાર ક્રાઈમ બ્રાંચના અધિકારી પૈકીના એક મુખ્ય અધિકારી શાલીનતાની સાથે શાંતિથી મેઘનાને લલિતના એરેસ્ટ વોરંટની નકલ બતાવતાં બોલ્યો,‘મેડમ,