જ્હોન ઝડપથી ઉભો થયો અને જ્યાં એનો થેલો પડ્યો હતો એ તરફ પાણી લેવા દોડ્યો..મેરી ભાનમાં આવીને ફરીથી બેભાન થઈ ગઈ એટલે રોબર્ટ ચિંતાનો માર્યો બેબાકળો બની ગયો. "જ્હોન જલ્દી લાવ પાણી.' બેબાકળા બનેલા રોબર્ટે બુમ પાડી. જ્હોન ઝડપથી થેલો ઉઠાવીને લઈ આવ્યો અને એમાં રહેલી મજબૂત ચામડાની નાનકડી બોટલ જેવી વસ્તુ બહાર કાઢી. જ્હોન આ ચામડાની વસ્તુમાં મુશ્કેલીના સમયે કામ આવે એટલા માટે એમાં પાણી રાખતો.જલ્દી જ્હોને એ ચામડાની થેલીની ઉપર મારેલી ગાંઠ છોડી. રોબર્ટે બન્ને હાથ વડે મેરીનું મોઢું પહોળું કર્યું અને જ્હોને થોડુંક પાણી મેરીના મોંઢામાં રેડ્યું. મેરીના મોંઢામાં પાણી રેડ્યું છતાં એને ભાન આવ્યું નહી.આ જોઈને