ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 2

(56)
  • 4.3k
  • 3
  • 2.3k

રાઇફલ અને રિવોલ્વરે બચાવ્યા. ******************* ગર્ગ અને જ્હોન પાછળ ફરીને જોયું તો એક ભયકંર વિખેરાયેલા મોટા વાળવાળો આદિવાસી નીચે પડેલા રોબર્ટની પીઠ ઉપર એના મજબૂત હાથો વડે મુઠ્ઠીઓનો પ્રહાર કરી રહ્યો હતો. આવો ભયકંર મુઠ્ઠી પ્રહારોનો માર સહન ના થતાં રોબર્ટ વેદનાભરી ચીસો પાડ્યે જતો હતો. "ગર્ગ હવે જલ્દી કંઈક કર નહીંતર રોબર્ટ મરી જશે.' જ્હોને ગર્ગ સામે જોઈને કહ્યું પછી એ એનો થેલો નીચે મૂકીને એમાંથી કંઈક શોધવા લાગ્યો. એટલામાં તો સામેની ઝાડીઓમાંથી ખૂંખાર આદિવાસીઓ ઘસી આવ્યા.એ બધાની આંખો બદલાની આગમાં લાલઘૂમ થઈ ગઈ હતી. ગર્ગે એ આદિવાસીઓને જોયા એટલે એ નખથી માંડીને શીશ સુધી ધ્રુજી ઉઠ્યો.