ખીલતી કળીઓ - ૯ અનય અને નમાયા તેમના ક્લાસમાં જતા હોય છે કે નમિત, કરન, જીયા અને કેયા તેમનો રસ્તો રોકે છે. કેયા નમાયા પાસે આવે છે અને કહે છે, નમાયા આઈ એમ સોરી... મેં તને બહુ હેરાન કરી છે. શું આપણે ફ્રેન્ડ બની શકીએ છે? આ સાંભળી અનય અને નમાયા બંનેને નવાઈ લાગે છે. નમાયા- ઈટ્સ ઓકે કેયા... અને આપણે તો ફ્રેન્ડસ છીએ જ.. નમિત, કરન અને જીયા પણ નમાયા પાસે માફી માંગે છે સાથે અનયને પણ સોરી કહે છે. અનય બધાને ગળે લગાવી લે છે. કેયા - સોરી અનય... અનય- મેં તારી સાથે પણ ખોટું કર્યુ છે... મને