સત્કાર્યોનો ચેપ

  • 3.8k
  • 1.1k

વાત છે વડોદરાના એક સેવાભાવી યુવાનની. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા સ્વયમને નાનપણથી જ લોકોની મદદ કરવાની આદત હતી. જેમ જેમ સ્વયમ મોટો થતો ગયો તેની આદત પણ તેની સાથે જ મોટી થઇ રહી હતી. સ્કૂલમાં તો ગરીબ બાળકોની ફી ભરવી, ફ્રી ટાઇમમાં તેમને ભણાવવા, સોસાયટીમાં રહેતા વૃદ્ધોને મદદ કરવી જેવા સત્કાર્યો તે કરતો હતો. તે બાદ કોલેજમાં આવ્યો ત્યારે પણ તેના સત્કાર્યો ચાલુ જ રહ્યા. એન્જિનિયરીંગનો અભ્યાસ કરવાની સાથે સાથે ગરીબીના ખપ્પરમાં હોમાયેલા બાળકોને ભણાવતો અને જરૂર પડે પોતાના પોકેટ મનીમાંથી તેમના પરિવારની મદદ પણ કરતો હતો. કોલેજ કાળમાં તેના કેટલાક મિત્રો પણ તેની મદદ કરતાં હતા. સ્વયમ ભણવામાં ખુબ