ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 1

(58)
  • 6.8k
  • 4
  • 3.1k

આફ્રિકાના જંગલો એટલે કુદરતની અલૌકિક દુનિયાનો અદ્ભૂત ખજાનો.આ જંગલોમાં અનેક વિવિધ જાતિઓના આદિવાસીઓ અને હબસી પ્રજાઓ વસવાટ કરે છે. કહેવાય છે કે આ ગાઢ જંગલોમાં માણસને પણ કાચોને કાચો ખાઈ જાય એવી ક્રૂર પ્રજા વસે છે. આવા એક ગાઢ જંગલમાં બપોરના કાળઝાળ તડકામાં ત્રણ ગોરા માણસો જઈ રહ્યા છે.એમના વર્તન અને મુખાકૃતિ જોતા એવું લાગી રહ્યું છે કે તેઓ કોઈક ની શોધ નીકળ્યા હશે.એકના ખભે બે થેલા લટકી રહ્યા હતા. દૂરથી જોઈએ તો વજનદાર લાગે પણ તેની હળવાશભરી ચાલ જોઈને એમ લાગે છે કે ઓછી વજનદાર વસ્તુઓ ભરેલી હશે થેલામાં.એકના હાથમાં નાનકડી રાઇફલ અને કુહાડી છે. જેના વડે તે માર્ગમાં આવતા