" રીંગ સેરેમની "ચાર-પાંચ મહિના સુધી નિયમિત અરમાન અદિતિને ફોન કર્યા કરતો હતો પણ અચાનક શું થયું તેની કંઈજ ખબર ન પડી અને અરમાનના ફોન આવવાના બિલકુલ બંધ થઈ ગયા. અદિતિને તો શું કરવું કંઇજ સમજાતું ન હતું. એટલામાં તેની ફ્રેન્ડ કુંજનના મેરેજ હતા તેને પોતાના ફેમીલી સાથે તેમાં જવાનું ઈન્વીટેશન મળ્યું. અદિતિ પોતાના મમ્મી-પપ્પાની સાથે કુંજનના મેરેજ માં ગઈ ત્યાં આરુષે તેને જોઈ, આરુષને અદિતિ ખૂબ ગમી ગઈ. આ વાત આરુષે કુંજનને કરી. આરુષ અદિતિને ઘરે અદિતિને જોવા તેમજ મળવા માટે આવ્યો.... આરુષ કુંજનનો પિતરાઈ ભાઈ થતો હતો એટલે લગ્નના એક વીક પછી જીદ કરીને કુંજનને લઈને અદિતિને મળવા