શબ્દ પુષ્પ - 2

  • 4.1k
  • 1
  • 1.5k

સમાવ્યો હતો સાગર સ્વપ્ન સમો નયન મહી મોજા સંગ તણાઈ જવાના ક્યાં ખબર હતી! ભટક્યા કર્યું નગર નગર હસ્તે સરનામું લખી કે શોધતાં ખોવાઈ જવાના ક્યાં ખબર હતી! વહાવ્યાં સ્ત્રોતો ભીતર સ્નેહનાં ખોબા ભરી ઝરણાઓ સુકાઈ જવાના ક્યાં ખબર હતી! મનાવ્યા કર્યું અંતર દિલાસાનાં શબ્દો થકી ઇશ્કમાં છેતરાઈ જવાના ક્યાં ખબર હતી! નિભાવ્યા મેં સગપણ સઘળી કિંમત ચૂકવી સબંધો જ વહેંચાઈ જવાના ક્યાં ખબર હતી! નીકળ્યાં હતા સુંદર સફરનાં વ્હેમમાં 'અંજુ ' એ જ રસ્તે લૂંટાઈ જવાના ક્યાં ખબર હતી! - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️