અક્ષરો ની પા પા પગલી - 2

  • 4.3k
  • 1.1k

# જામનગર # રંગમતીનાં કાંઠે સ્થાપ્યું જામરાવળે એક ગામ, હાલાજીનાં નામથી આપ્યું હાલાર કેરૂ નામ.. રાજપૂતોના ઇતિહાસ પડ્યો છે દરબાર ગઢનાં આંગણે હજુ પણ શૂરવીરોનો વંશ પડ્યો છે જામનગરનાં પાદરે.. બાંધણીના બોલે બંધાય અંહીયા આવતા લોકો, પીતળનાં વાસણોથી અંજાય અંહીયા ભમતા લોકો.. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું ને ગુજરાતનું કાશી, મનમોજીલા યાર આ તો જામનગરનાં વાસી.. ઉદ્યોગની તો શું વાત કરુ Reliance અહીંની શાન છે, અંબાણીના વ્યવસાયનું આ બોણી કરેલું ગામ છે.. વગર વ્યાજે,વગર સ્વાર્થે સાત વર્ષ માટે જે હવામહેલ ત્યાગે, પોલેન્ડને પણ પ્યારા લાગે એ જામરણજીતસિંહની વાત છે.. લાખોટા તળાવ, પીરોટન ટાપુ એવી અનેક જગ્યાઓ છે, જયલો કહે આ જામનગરના તો જાજેરા સન્માન છે.. # સુરત #સુરતી એની બોલી છે ને સુરતી છે ત્યાંના લોકો,સૂરજનો આ