*પ્રેમનું રૂપ આવું પણ!* ગેલેરીમાં આરામ ખુરશીઝુલાવતો. આંખ બંધ કરી વિશાલ ભૂતકાળમાં ઝૂલી રહ્યો હતો!વિચારતો હતો"પ્યાર હમેં કિસ મોડ પે લે આયા!"સાચે અજબ ટર્ન આવ્યો હતો એની જીંદગીમાં! સાચા પ્રેમ વિશેની સત્તર વાતો વાંચી અને સાંભળી હતી કદાચ એની જ આ અજબ અસર હશે! પ્રિયપાત્રની ખુશી માટે કંઈ પણ કરી છૂટવું સહેલું નહોતું જ પણ થઈ ગયું એ જ પ્રેમની તીવ્રતા કે દિવ્યતા કહેવાતી હશે ! વિચારો...વિચારો..અને વિચારો... વિશાલ એક ડેશીંગ,ગુડલુકિંગ,હેન્ડસમ વ્યક્તિત્વનો માલિક!વળી,ભગવાને હોંશિયારી પણ ઠાંસી ઠાંસીને ભરેલી આવું કોમ્બિનેશન ભાગ્યે જ જોવા મળે!એમબીએ થઈને એક પ્રતિષ્ઠિત કમ્પનીમાં લાગ્યો હતો.એનાં વ્યક્તિત્વથી સ્ત્રી હોય કે પુરુષ દરેક અંજાઈ