સંકલ્પ - એક અતૂટ જોડાણ - 10

  • 3.5k
  • 1
  • 1.4k

કેદારનાથમાં એક એક મીટરનું ચઢાણ કરતા શ્રુતિ, એની મમ્મી અને એના પપ્પા ત્રણેયને જોરજોરથી શ્વાસ ચઢી રહ્યો હતો. એમા માસી પણ બાકાત રહ્યા નહતા. આ ચઢાણ ખૂબ અઘરું થઈ રહ્યું હતું. છેવટે ધીમે-ધીમે એમને મંદિરનો આગળનો ભાગ દેખાયો. એ ધીમે-ધીમે આગળ વધી રહ્યા હતા. આગળ એક 10 થી 15 ફૂટની કેડી, એક બાજુ હેલિપેડનો બેઝ, બીજી તરફ પે એન્ડ યુઝની હારમાળા. 2013ની ઘટના અને પી.એમ.ના વારંવાર કેદારનાથની મુલાકાતને કારણે કેદારનાથ ખૂબ સાફ રાખવામાં આવ્યું હતું. જગ્યા-જગ્યાએ કચરાપેટી મુકવામાં આવી હતી. થોડીક આગળ જતાં એક પુલ આવ્યો, નીચે મંદાકિની નદી વહેતી હતી. સામે દૂર કેદારનાથ મંદિર હતું. એની પાછળ ઊંચા-ઊંચા પહાડો