સંકલ્પ - એક અતૂટ જોડાણ - 9

  • 3.7k
  • 2
  • 1.5k

કણકણમાં તારું નામ તારો જાપ - તારામાં વિશ્વાસ... ઢાળમાં ગાડીઓ વચ્ચે ઘેરાયેલી બસ, અંધારી રાતનો 3 વાગ્યાનો સમય, કડકડતી-હાડ થીજવતી ઠંડી, અને એ વચ્ચે અફવાનો દોર - કે હેલિકોપ્ટરના રિપોર્ટિંગ સમયે જો ત્યાં ન પહોંચીએ તો એ લોકો આપણી ટીકીટ કેન્સલ કરી શકે છે. આ પરેશાનીઓ વચ્ચે શ્રુતિ પર દવાઓની એટલી ઘેરી અસર હતી કે એ એની આંખો પણ ખુલ્લી રાખી શકતી નહતી. બસનો ડ્રાઇવર તો ત્યાં જ ઉભો હતો. પણ બસ નિકાળવી કઈ રીતે? એ જ સૌથી મોટી વિટમ્બણા હતી. એવામાં ટુર મેનેજર પણ આવી ગયા. બધાને આમ દુઃખી ચહેરે ત્યાં ઉભા રહેલા જોયા. એ લોકોના શરીર એમ હતા