હજુ શ્રીનગરની બહાર બસ ગઈ જ હતી કે બસ રસ્તા વચ્ચે ખોટકાઈ. બપોરના 2 વાગ્યાનો સમય હતો. ઉનાળાની ઋતુ, અને ઉત્તરાખંડ પહાડીઓમાં હોવા છતાં શ્રીનગરનું તાપમાન સામાન્ય જ રહેતું. એટલે બધા જ્યારે બસની બહાર નીકળ્યા ત્યારે સરેરાશ તાપમાન 42° થી 45℃ ની વચ્ચે હતું. બહાર બેસવા માટે કોઈ જગ્યા નહીં, અને જ્યાં મળે ત્યાં ઉભા રહેવાનું. બસ ઠીક કરવા બસનો ડ્રાઈવર અને ટુર મેનેજર બંને મેકેનિક શોધવા ગયા. બસથી થોડે દુર એક ઘર હતું. તેની આસપાસ એક મોટી પાળી હતી. અને આસપાસ થોડાક ઝાડ. બસ આટલી વ્યવસ્થા મળી કે એ લોકો ખુશ થઈ ગયા. બધા ત્યાં બેસવા ગયા. પણ શ્રુતિ