સંકલ્પ - એક અતૂટ જોડાણ - 7

  • 4.1k
  • 1
  • 1.6k

ગંગોત્રીથી પાછા આવવાના રસ્તે શ્રુતિ થાકને કારણે સુઈ ગઈ, અને ગેસ્ટહાઉસ ક્યારે પહોંચ્યા એને ખ્યાલ જ ન આવ્યો. ગેસ્ટહાઉસ ગયા પછી નાહી-ધોઈને એ નીચે આવી. તો ત્યાં ટુર મેનેજર એની જ રાહ જોઈ રહ્યા હતા. જેવી એ આવી કે એને બોલાવી અને કહ્યું, "શ્રુતિ તારી મમ્મીનો બર્થડે છે. તો અમે લોકોએ બર્થડે ઉજવવાનું વિચાર્યું. આવી તક બીજે ક્યાં મળવાની? એટલે હું ઉત્તરકાશી જઈને કેક લઈ આવ્યો. જમવાનું થઈ જાય એ પછી તું એમને અહીં બહાર લેતી આવજે. આપણે અહીં જ બર્થડે ઉજવીશું." શ્રુતિ ખૂબ ખુશ થઈને બોલી, "થેન્કયું અંકલ. તમે ખરેખર આ બહુ સારું કર્યું. મમ્મી માટે આજનો દિવસ ખૂબ