Dear પાનખર - પ્રકરણ -૨૧

  • 3.1k
  • 1k

વોર્ડબૉય અને નર્સ સ્ટ્રેચર લઈને આવ્યા. અમોલને ઉંચકીને સ્ટ્રેચરમાં સુવાડયો. બેભાન જેવી અવસ્થામાં પણ એ ઉંહકારા ભણતો‌ હતો. " એકસ રે અને એમ. આર. આઈ માટે લઈ જઈએ છીએ. તમારે આવવાની જરૂર નથી. તમે અહીં જ રાહ જોવો. " નર્સે કહ્યું. આકાંક્ષા એમની સાથે સહમત થઈને રુમમાં જ બેઠી. " ફોઈ- ફૂઆને ફોન કરી દીધો ." ગૌતમે રુમ‌માં આવતા જ કહ્યું. " શું કહેતા હતા ? મોક્ષ અને મોક્ષા હજી સૂતા હશે નહીં ? " આકાંક્ષા એ પૂછ્યું. " આવવાની જીદ કરતા હતા. મેં સમજાવ્યા કે ' આકાંક્ષા આવે ત્યારે તમે અહીં આવી જજો. તન્વીનાં મમ્મી -