જગતનો સમ્રાટ (ભાગ-29) આગળના ભાગમાં આપણે જોયું કે જૈનીષને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે દિવસે ઇન્સ્પેક્ટર નરવાલ અને દિનેશભાઈ વચ્ચે બીનીતભાઈના અન્ય કોઈ સંબંધી વિશે ચર્ચા થાય છે. બીજા દિવસે દિનેશભાઈને ઇન્સ્પેકટર પોલીસ સ્ટેશને બોલાવે છે અને તેમની સમક્ષ બીનીતભાઈના અન્ય કોઈ હયાત હોય એવા સંબંધીને શોધવા માટે સાથે આવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. શાલિનીબેન અને દિશાની રહેવાની વ્યવસ્થા ઇન્સ્પેક્ટર નરવાલે પોતાના ઘરે જ કરી દીધી અને તે દિનેશભાઈ સાથે શોધખોળમાં નીકળી ગયા. ઘણા દિવસો વિતવા છતાં તેમને કોઈ સફળતા મળી નહોતી. એવામાં શાલિનીબેનના ફોન આવવાથી તેમને જૈનીષની તબીયતમાં સુધારો થયો હોવાનું જાણવા