સ્કુલ જવું નથી.

(19)
  • 2.7k
  • 896

નવ વર્ષની નીતુએ આજે ફરી આખો ઘર માથા ઉપર લીધું સ્કુલ ન જવા માટે, આ એનું રોજ નું હતું . એને સ્કુલ જવાનું શું ખબર કેમ સારું જ લાગતું ન હતું.. જો કે એ કોઈ ગમેતેવી સ્કુલમાં ભણતી ન હતી. શહેરની સૌથી સારી સ્કુલમાં એ અભ્યાસ કરતી હતી. અને ગયા વર્ષ સુધી તો એ સ્કુલમાં રેગ્યુલર જતી હતી અને ટોપ કરતી હતી. અને સ્કુલની ઈતર પ્રવુતિઓ માં પણ ભાગ લેતી હતી. સ્કુલ જવા માટે કોઈ દિવસ પણ એ ના નહિ પાડતી . સ્કુલેથી ઘરે આવીને નિયમિત હોમવર્ક કરવું. સ્કુલમાં જે પણ થયું હોય એ આવી ને ઘરમાં બધાને બતાવતી. એના મમ્મી