હું બીજા દિવસે સવારે સ્કૂલે જવા નીકળ્યો આજે મારા પપ્પા મને મુકવા આવવાના નોહતા એટલે હું એકલો જતો હતો ત્યાં અચાનક મારી નજર સામે આવેલી ચાની દુકાન પર પડી . કાલે જે છોકરાએ મને બચાવ્યો તે ત્યાં કામ કરતો હતો હું તરત જ દુકાન પાર ગયો મને જોઈને તે ઓળખી ગયો તે મારી નજીક આવ્યો અને કહ્યુ , ' અહીંયા સુ કામ આવ્યો છે ?"મેં કહ્યું , "હું તમારો આભાર માનવા આવ્યો છું કાલે તમે મને બચાવ્યો એટલે.." વચ્ચેથી મારી વાત કાપીને તે બોલ્યો , "હા હવે નીકળ અહીંથી આ બહું ખરાબ વિસ્તાર છે" એ ચાલવા લાગ્યો . મેં પૂછ્યું