ખીલતી કળીઓ - ૭ નમાયા તેની બિમારી વિશે અનયને જણાવે છે. અનય નમાયાને ઘરે મૂકી સીધો તેના પપ્પા પાસે જાય છે. તેના પપ્પાને ફોન કરી ઊઠાડે છે અને બહાર આવવા કહે છે. અનિષભાઈ દરવાજો ખોલી અનયને અંદર આવવા કહે છે. અનિષભાઈ જોઈ છે કે અનયનો ચહેરો રડી રડીને લાલ થઈ ગયો હોય છે. અનિષભાઈ અનયનાં ખભે હાથ મૂકીને કહે છે, શું થયું બેટા? અનય તેના પપ્પાને ગળે વળગીને ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે. અનિષભાઈ અનયને શાંત પાડે છે અને પાણી પીવડાવીને પૂછે છે, શું થયું દિકરા? અનય તેને બધી વાત જણાવે છે કે તે નમાયાને પ્રેમ કરે છે અને તેને