આંગળિયાત..ભાગ..18આગળ જોયું આપણે લીનાના મમ્મી એને પુનર લગ્ન માટે મનાવે છે,હવે આગળ....મંજુબેન લીના સાથે વાત કરી એના ઓરડામાં જાય છે અને ભરતભાઈને સારા સમાચાર આપે છે,-કે લીના ફરી લગ્ન માટે માની ગઈ છે,અહીં લીના એના ઓરડામાં સૂતી સૂતી વિચારે છે, " શું પુનર લગ્ન અંશ માટે ઠીક રહેશ..? અંશ સાથે કોઈ અપનાવશે મને..? મમ્મીને ખુશી માટે હા તો કહી પણ હજી મન નહતું માનતું,અને મમ્મીને વાત પણ સાચી હતી, હું ગમે એટલી કોશીશ કરું એક પિતાની જગ્યા લેવી અઘરી હતી.એને વિચારોમાં ખોવાયેલી હતી અને કયારે નીંદ આવી ગઈએની ખબર ન રહી. સવાર થતા બધા પોતાના નિત્ય ક્રમમાં પોતાનું કામ પતાવે છે,