મર્મસ્થળ - મર્મ સ્થળ

(12)
  • 3.9k
  • 1.1k

મારી આ રચનાઓ આપને પસંદ આવશે એવી આશા રાખું છું.❤️❤️❤️❤️❤️❤️❤️?❤️❤️❤️❤️❤️❤️❤️❤️. ઉધાર લાગે છે ચાંદની રાત પણ અંધકાર લાગે છે તિમિરની વિશાળ વણજાર લાગે છે. આંખોથી પણ નથી ઝીલાતું હવે તો પાંપણને પણ સપનાનો ભાર લાગે છે. હિસાબોમાં થોડોક ફેરફાર લાગે છે સંબંધો પણ હવે તો ધરાર લાગે છે. ચાર દીવાલોની વચ્ચે કેદ આ હ્રદય જિંદગી પણ હવે કારાગર લાગે છે. તરસ અંતરની બૂઝતા વાર લાગે છે રગે રગ મહી કોઈ અંગાર લાગે છે. કટકે કટકે ધબકાર ચૂકવાય છે ' અંજુ ' આ શ્વાસો પણ હવે ઉધાર લાગે છે. - વેગડા અંજના એ. ❤️❤️❤️❤️❤️❤️❤️??❤️❤️❤️❤️?❤️