અલબેલી - ૧

(20)
  • 3.7k
  • 1
  • 1.8k

પ્રકરણ-૧નામ એનું અલબેલી. અલબેલી એના નામ પ્રમાણે જ ખૂબ અલબેલી હતી. અનાથ આશ્રમમાં ઉછરેલી આ છોકરી અલબેલી. આમ જોઈએ તો અલબેલી ના જીવનમાં કશું જ સારું નહોતું. છતાં પણ એ તેના સ્વભાવને કારણે ખૂબ અલબેલી હતી.એનો જન્મ થયો ત્યારે જ એની માતા મૃત્યુ પામી હતી. અને એના પિતા અલબેલીની માતા ને ખૂબ પ્રેમ કરતા હતા. પણ અલબેલીના જન્મ પછી જ્યારે એની માતા મૃત્યુ પામી ત્યારે એના પિતા તો અલબેલીને જ પોતાની માતાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવવા લાગ્યા અને એક દિવસ પત્નીની યાદમાં અને એના વિરહમાં બધું જ ભાન ભૂલી ગયેલા અને માનસિક રીતે ખૂબ તૂટી ગયેલા અલબેલીના પિતા એક ગોઝારી