3. ધીમે ધીમે રાજને ઊંઘમાં આવતાં પેલાં ભયાનક સપનાની તીવ્રતામાં વધારો થવાં લાગ્યો, આ ડરામણા સપનાને કારણે રાજ અડધી રાતે ભર ઊંઘમાંથી અવારનવાર જાગી જતો હતો. આ ડરામણા સપનાંને લીધે રાજ કેટલી રાત સૂતો પણ ન હતો. જાણે રાજ આ દુનિયાથી અલિપ્ત થઈ ગયો હોય તેમ પોતે આખો દિવસ પોતાનાં જ રૂમમાં પુરાઈને રહેવા લાગ્યો, ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું,કોઈ બાબતમાં તેને રસ પડતો ન હતો. રાજના આવા બદલાયેલા વર્તનને જોઈને તેનાં માતાપિતા અને બહેન ખૂબ જ ચિંતાતુર બની ગયાં હતાં, તેઓ મનોમન પોતાનાં ઇષ્ટદેવને એક જ પ્રાર્થના કરી રહ્યાં હતાં કે, "બસ ! રાજ જેટલું શક્ય હોય