-: અપર-મા =૬ ‘રાજપુત સાહેબે ટૂંકમાં ઘણું બધું કહી દીધું’ હવે શું થાય ? બોલો એક વાર તેમના ઘરનું પાણી અમે પી લીધું એટલે નથી પીધું એમ તો નથી થવાનું ને ? રાજપુત સાહેબ ના ચહેરા પર તેમણે કંઈક ખોટું કર્યાનો અને પોતે કોઈ મોટો ગુનો કરી બેઠા હોય તે પ્રકારનો ક્ષોભ જણાઈ આવતો હતો.આપને તો ખ્યાલ છે ને કે, અમે તો અસલ રાજવંશી કુટુંબના, અને પાયલબાની માતાનું કુટુંબ તો અમારાથી પણ બે ડગલા આગળ કહીએ તો વાંધો નહીં. આ તો હવે શું કરવાનું જે લેખ લખ્યા હોય તે થવાના જ. તેમાં કોઈ મીથ્યા ન કરી શકે.હા....હા....બરાબર એટલે પાયલબાના નવા મમ્મી તમારા સમાજ કરતા.......એમ જ આપનું કહેવું ને ? હા....હા.... બિલકુલ તે બક્ષીપંચની જ્ઞાતિના છે. પાયલબા ની ‘મા’ એ તેની અંતિમ ઘડીએ મને સોગંદ ન ખવડાવ્યા