અપર-મા - ૨

  • 2.5k
  • 1.2k

-: અપર-મા :- (2) ‘ના અંકલ મારે કોઈ બીજા વી.આઇ.પી ની જરૂર નથી. મારે માટે તો તમેજ વી.આઇ.પી થી વિશેષ છો. મારો હાથ પકડીને પાયલબાએ કહ્યું. હું તો તમને જ બોલાવની સમજ્યાં ?’ કાર ચલાવી રહેલ તેના પિતા દીકરીની આ પ્રકારની હરકતોનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. તદ્દન નવા મારા મિત્ર સાથે પણ પ્રથમ પરિચયમાં જ પાયલબા આટલી ઓતપ્રોત થઈ જાય તે તેમને ગમતું હોવું જોઈએ. ‘અંકલ આ તો મહાસાગર છે મહાસાગર,’ પાછળની સીટ ઉપર મને અઢેલીને બેઠેલી અને પિતાની લાડલીએ સામે જોઈને કહ્યું. ‘દીકરી એમના નામના તો બધી જગ્યાએ સિક્કા પડે છે. તે ધારે તેને રાતોરાત પ્રગતિ અને પ્રસિદ્ધિના શિખરો ઉપર પહોંચાડી શકે તેવા મજબૂત અને તાકાતવર છે. ‘અંકલ પ્લીઝ......પ્લીઝ...... પાયલબાએ મારી બાજુમાં ભરાઈ નાટકીય ઢબે