ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 9

  • 2.7k
  • 704

"શું થયું? જોબ મળી?" ધરા એ મળતાવેંત જ પહેલો સવાલ પૂછી લીધો."ના યાર, આમ પણ મારે તો જવાનું છે બેંગ્લોર""ઓહ હા, ક્યારે જવાનું છે ત્યાં?""બસ કાલે જાઉં છું ઘરે, પછી ત્યાંથી જીજુ સાથે બરોડા અને પછી બેંગ્લોર" "પાછો આવવાનો કોઈ પ્લાન ખરો?" ધરાએ પ્રોફેસર ને ખબરના પડે એમ નોટબૂકના પાછલાં પાનાં પર લખ્યું અને આકાશની તરફ નોટબુક ખસાવી.બંને આંખના ભવાં ચઢાવીને આકાશે પણ પોતાની બોલપેન કાઢીને આગળ કોમેન્ટ લખી."જો તું કે તો અહ્યા જ રહી જાઉં, રોજ આમ નોટબુકને ચેટરૂમ બનાઈ ને રમતા રેશું." આકાશે આંખ મારતું સ્માઈલી દોર્યું. "હાહા,મસ્ત તૈયારી કરજે ને પાસ થઇ જજે""તૈયારી તો કરી નથી કોઈ