ચાલને, ક્ષિતિજ જઈએ... - પ્રકરણ 7

  • 2k
  • 752

“ઇન્ટરવ્યૂ માટે કોલેજમાંથી રજા તો લીધી છે ને?” દુકાનમાં એકબાજુંના કોર્નર પર લારી સજાવીને ફટાકડા ગોઠવતો આકાશ આ સાંભળી જરા ચોંક્યો, પણ કઈ સાંભળ્યું જ ના હોઈ આમ એ youtube પર વિડિઓ દેખાવાનો ડોળ કરવા લાગ્યો. પપ્પા તો પપ્પા હોઈ છે, એમ થોડી ચલાવી લે. એટલે જોરથી આકાશને બૂમ પાડીને પોતાની પાસે અંદર દુકાનમાં બોલાવ્યો અને નરમાશથી ફરી પૂછ્યું. આ બાજુ ફટાકડાના સ્ટોલ પર ગ્રાહકને આવતા જોઈ નાનોભાઈ રિશી ત્યાં બેસી ગયો અને એમને ટીકડીઓ ફોડવાની બંદૂક બતાવવા લાગ્યો. “પપ્પા, કોલેજ ચાલુ થાય એનાં એક વીક પછી છે. તો મેડમ એ રજા ના આપી, કીધું કે કોલેજ આવવું જ પડશે.”