બધા સૈનિકો બેહોશ થયા પછી વિશ્વજીત કારાવાસ ના છેલ્લા ઓરડા પાસે પહોચ્યો ત્યાં રાજા પાલ અને રાણી પીલુ હતા. ઓરડા પાસે આવીને વિશ્વજીત બોલ્યો. મહારાજ આ વિશ્વજીત ના પ્રણામ સ્વીકારજો. અવાજ સાંભળતા રાણી પીલુ પાસે બેઠેલા રાજા પાલ ઊભા થઈ. હાથમાં એક દીવો લઈને વિશ્વજીત પાસે આવે છે. અને વિશ્વજીત ને જોઈને આચર્યચકિત થઈ બોલ્યા. યુવાન તું ફરી અહી...કોઈ મદદ ની જરૂર છે કે એ જોવા આવ્યો છો જે રાજા પાલ જીવે છે કે મરી ગયા.મહારાજ આપ આ શું વાત કરો છો. મરે તમારા દુશ્મન. તમારે તો હજુ ઘણું જીવીને ઘણા કામ કરવાના છે. એટલે હે મહારાજ હું તમને કારાવાસ માંથી